UC News

ICC T20I Rankings: કેએલ રાહુલની છલાંગ, રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો

ICC T20I Rankings: કેએલ રાહુલની છલાંગ, રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો

નવી દિલ્હીઃ KL Rahul in ICC T20I Rankings: સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ટી20 (ICC T20I Rankings) રેન્કિંગની જાહેરાત કરી છે. આઈસીસીના આ લેટેસ્ટ ટી20 રેન્કિંગમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે ધમાકો મચાવ્યો છે.

કેએલ રાહુલ પોતાના સર્વશ્રેષ્ઠ ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગ પર પહોંચી ગયો છે. તે આઈસીસીના નવા રેન્કિંગમાં મોટી છલાંગ લગાવતા બીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે પ્રથમ સ્થાન પર પાકિસ્તાનનો બાબર આઝમ યથાવત છે. આ મામલામાં રાહુલે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.

9માં સ્થાને છે રન મશીન વિરાટ કોહલી
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ICC T20I Rankings માં 9માં સ્થાને છે, જ્યારે વાઇસ કેપ્ટન રોહિત શર્મા ટોપ-10માં પહોંચી ગયો છે.

તો રાહુલ છઠ્ઠા સ્થાનેથી સીધો બીજા સ્થાને પહોંચી ગયો છે. તેમાં તેની મહેનત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં 2 અડધી સદીની સાથે 224 રન ફટકાર્યા હતા. જો એક દ્વિપક્ષીય સિરીઝમાં ભારતીય બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આ પ્રદર્શનની મદદથી રાહુલે રેન્કિંગમાં ટોપ-3 બેટ્સમેનોમાં સ્થાન મેળવ્યું છે.

આ સિરીઝ પહેલા ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્માં 13માં સ્થાને હતો, પરંતુ 5 મેચોની સિરીઝમાં તેણે પણ સારૂ પ્રદર્શન કર્યું છે. રોહિતે 3 સ્થાનની છલાંગ સાથે ટોપ-10માં જગ્યા બનાવી લીધી છે.

બીજીતરફ બોલિંગની વાત કરીએ તો ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 37માં સ્થાન પર હતો, પરંતુ હવે તે 26 સ્થાનની છલાંગ સાથે 11માં સ્થાને પહોંચી ગયો છે. તો શાર્દુલ ઠાકુર 57માં સ્થાને પહોંચી ગયો છે.

READ SOURCE
Open UCNews to Read More Articles